Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : mahisagar 2 crore ganja plantation found hidden under castor crop near balasinor gujarati news

Mahisagar: એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Mahisagar: એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત
સોર્સ : GSTV

Mahisagar News: મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.

App Store

વડદલાના રત્નાજીના મુવાડામાં દરોડા

બાલાસિનોર પોલીસને બાતમી મળી હતી કે વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં ગેરકાયદે રીતે ગાંજાની ખેતી કરવામાં આવી રહી છે. ખેતરમાં એરંડાની ખેતીની આડમાં અને મોટા છોડની વચ્ચે મોટા પ્રમાણમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

પોલીસે બાતમીના આધારે રેડ કરતા ખેતરમાંથી 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત 2 કરોડ 36 લાખ 98 હજાર રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે પોલીસે વાઘજીભાઈ પરમાર નામના વ્યક્તિ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.