મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:ખેડૂતોના પાક રક્ષણ માટે સુરક્ષિત મેડા ઉપલબ્ધ કરાવવા માંગ, મહેશ કસવાળાની રજૂઆત

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી

અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ વનમંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને વન્યપ્રાણીઓના વધતા ત્રાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.માનવભક્ષી સિંહો અને દીપડાઓના હુમલાઓને કારણે ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયનો માહોલ છવાયો છે. ખેતીપાકની રક્ષા માટે ખેડૂતોને ખેતરમાં હાજર રહેવું પડતું હોવાથી તેમની સુરક્ષા જરૂરી બની છે.ધારાસભ્ય મહેશ કસવાળાએ ખેડૂતોના પાક રક્ષણ માટે તાત્કાલિક સુરક્ષિત મેડો એટલે કે પ્રોટેક્ટેડ ફાર્મ  ઉપલબ્ધ કરાવવા અને ખેડૂતોના હિતમાં હકારાત્મક નિર્ણય લેવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો