મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ક્ષત્રિયો આકરા પાણીએ: રૂપાલાના વિરોધમાં ધડાધડ 7 હોદ્દેદારોએ રાજીનામાં ધર્યા, ભાજપ રોષ ઠારવામાં નિષ્ફળ

નર્મદા જિલ્લામાં પણ પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નર્મદા જિલ્લા રાજપ

ક્ષત્રિયો આકરા પાણીએ: રૂપાલાના વિરોધમાં ધડાધડ 7 હોદ્દેદારોએ રાજીનામાં ધર્યા, ભાજપ રોષ ઠારવામાં નિષ્ફળ

નર્મદા જિલ્લામાં પણ પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. નર્મદા જિલ્લા રાજપૂત સમાજના ભાજપના 7 હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદાર જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપી દીધા હતાં.

રાજપૂત સમાજના ભાજપના 7 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં

પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કરાતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ-૨નો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત ગામે ગામ ભાજપનો સમાજના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના ૭ અને એક બ્રાહ્મણ હોદ્દેદારે કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચી જઈ જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપ્યા હતા. 

જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપ્યા

આ સમયે જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં રાજપૂત સમાજ ' અમારી સાથે જ રહેશે.

આ સમાચાર શેર કરો