Video: વડોદરાના રણોલીમાં ગટરમાં આગ ભભૂકતાં સ્થાનિક રહીશોમાં વ્યાપ્યો ભય

વડોદરાના રણોલી વિસ્તારમાં ગટરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ભય અને અફરાતફરીનો માહોલ છવાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દિવસથી આ ગટરમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી, જે અંગે વારંવાર ફરિયાદો કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે અચાનક ગટરમાંથી અગનજ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટા નીકળતાં ફેક્ટરીઓ દ્વારા કેમિકલયુક્ત ઝેરી કચરો ગેરકાયદેસર ઠાલવવામાં આવતો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ ગંભીર ઘટનાને પગલે ફેક્ટરીઓના પ્રદૂષણ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCBની શંકાસ્પદ કામગીરી સામે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.








