VIDEO: લક્ષ્મીપુરા: ઓએનજીસી ગેસ પાઈપલાઈનમાં લીકેજ, કોઈ જાનહાનિ નહિ
મહેલાણાના લક્ષ્મીપુરા ગામમાંથી પસાર થતી ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં અચાનક લીકેજ થતાં સ્થાનિકોમાં ભારે ન


મહેલાણાના લક્ષ્મીપુરા ગામમાંથી પસાર થતી ઓએનજીસીની ગેસ પાઇપલાઇનમાં અચાનક લીકેજ થતાં સ્થાનિકોમાં ભારે નાસભાગની સ્થિતિ મચી ગઈ હતી. લીકેજના કારણે નજીકના મકાનોમાં રહેતા લોકોને માથાનો દુખાવો અને શારીરિક અસ્વસ્થતા જેવી તકલીફ થઈ. ઘટનાની જાણ થતાં અસરગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડીને સારવાર આપવામાં આવી. ઓએનજીસી અધિકારીઓને તુરંત જાણ કરતાં તેમણે મુખ્ય ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. પાઇપલાઇન ગામથી આશરે 100 મીટર દૂર આવેલી છે.




