મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:અમદાવાદ સિવિલમાં અત્યાધુનિક CO₂ લેઝર મશીનનું લોકાર્પણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં અત્યાધુનિક સીઓટુ લેઝર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં અત્યાધુનિક સીઓટુ લેઝર મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને આર.કે. HIV એન્ડ AIDS રિસર્ચ એન્ડ કેર સેન્ટરના સહયોગથી સ્થાપિત આ અત્યાધુનિક મશીનથી નાક, કાન અને ગળાના દર્દીઓને ચોકસાઈભરી સારવાર મળશે. સીઓટુ લેઝર ટેક્નોલોજીથી સર્જરીમાં ઓછો રક્તસ્રાવ, વધુ સુરક્ષા અને ઝડપી રિકવરી થશે. દર્દીઓને હોસ્પિટલમાં ઓછો સમય રહેવું પડશે.આ સુવિધાથી હજારો દર્દીઓને લાભ મળશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે આ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો