Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Watch 'round the clock' on Kutch coast: High-alert on Lakhpat-Jakhou border after finding unclaimed boat

VIDEO: કચ્છના દરિયાકાંઠે 'રાઉન્ડ ધ ક્લોક' પહેરો: બિનવારસી બોટ મળતા લખપત-જખૌ સીમા પર હાઈ-એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતના કચ્છ જિલ્લાના સરહદી દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જખૌ અને લખપત દરિયાકાંઠેથી ચરસના બિનવારસી પેકેટો મળવાનો સિલસિલો ચાલુ હતો, ત્યાં હવે કોટેશ્વર નજીક પડાલા ક્રિક વિસ્તારમાંથી એક બિનવારસી પાકિસ્તાની બોટ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

App Store

BSF દ્વારા બોટની તપાસ
બોર્ડર સિક્યોરિટી ફોર્સના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બોટ મળી આવી હતી. સુરક્ષાદળો દ્વારા કરવામાં આવેલી આ બોટની પ્રાથમિક તપાસમાં માત્ર માછીમારીનો સામાન મળી આવ્યો છે અને હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ કે હથિયારો મળી આવ્યા નથી. જોકે, આ બોટ ભારતીય જળસીમામાં કયા સંજોગોમાં આવી તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા
નોંધનીય છે કે અગાઉ જખૌ અને લખપત દરિયાકાંઠેથી મોટી માત્રામાં ડ્રગ્સના બિનવારસી પેકેટો મળી આવ્યા હતા. આ ઘટનાઓ અને હવે પાકિસ્તાની બોટ મળવાને પગલે સુરક્ષા એજન્સીઓએ દરિયાઈ સરહદે 'રાઉન્ડ ધ ક્લોક' (ચોવીસ કલાક) પેટ્રોલિંગ તેજ કરી દીધું છે. સરહદી વિસ્તારમાં કોઈ પણ ઘૂસણખોરી કે શંકાસ્પદ પ્રવૃત્તિને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક બનાવી દેવામાં આવી છે.