VIDEO: રાજકોટમાં હીટવેવની એન્ટ્રી! 42 ડિગ્રી નજીક તાપમાન પહોંચતા બપોરે સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ
સોર્સ : GSTV
VIDEO: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે શહેરનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જતાં સમગ્ર શહેર જાણે અગ્નિની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યું હોય તેવો અહેસાસ રાજકોટવાસીઓ કરી રહ્યા છે. સવારથી જ ગરમીનો પારો ઉંચકાતા બપોર થતા સુધીમાં તો આકરા તડકા અને લૂ (Heatwave) એ લોકોને ઘરમાં કે ઓફિસમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધા છે.
બપોરે રસ્તાઓ સુમસામ
કાળઝાળ ગરમીની સીધી અસર શહેરના મુખ્ય માર્ગો પર જોવા મળી રહી છે. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ અને રેસકોર્સ જેવા ધમધમતા વિસ્તારોમાં બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ભારે શૂન્યતા જોવા મળે છે. લોકોએ અનિવાર્ય કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક નહિવત થઈ ગયો છે.

