Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Weather Update: Heat wave in the state, unseasonal rains forecast in the next 24 hours

VIDEO: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની મોકાણ, આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાના કારણે તથા ભેજવાળા પવનો ફૂંકાવાથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આજે(6 મે) કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

App Store

6 જિલ્લામાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે, 6 મેના રોજ ઉત્તરથી લઈને દક્ષિણ અને મધ્ય ભાગ, તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં મુખ્યત્ત્વે અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે. 

7થી 12 મે સુધી શુષ્ક હવામાન રહેવાનું અનુમાન
જ્યારે 7થી 12 મે સુધી રાજ્યમાં મોટાભાગે સૂકું હવામાન રહેવાનું અનુમાન છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર 1.5 કિલોમીટરની ઊંચાઈએ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે અને રાજ્યમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યો છે. 

રાજકોટમાં મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી 
તાજેતરના આંકડા મુજબ સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 42.3 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં અનુક્રમે 39 ડિગ્રી અને 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
તેમણે વધુમાં કહ્યું કે, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો બદલાવ નહીં આવે, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને કેટલાક વિસ્તારોમાં તે 40 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. ખાસ કરીને ઊંચા તાપમાન અને વધુ પડતા ભેજના કારણે 9થી 12 મે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે. આજે અમદાવાદમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.