Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 'Bhuvo' continues in Maninagar, Ahmedabad for 10 days, locals are very angry due to the slow pace of the administration

VIDEO: અમદાવાદના મણિનગરમાં 10 દિવસથી 'ભુવો' યથાવત, તંત્રની મંથર ગતિથી સ્થાનિકોમાં ભારે રોષ

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા જ વગર વરસાદે ભુવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ખાસ કરીને મણિનગર જેવા ધમધમતા વિસ્તારમાં આવેલા ગોરના કૂવા પાસે એક મોટો ભુવો પડ્યો છે, જેને આજે 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી તેનું નક્કર સમારકામ કરવામાં આવ્યું નથી.

App Store

સ્થાનિકોના આક્ષેપ અને તંત્રની બેદરકારી
ગોરના કુવા વિસ્તારના સ્થાનિક રહીશોનો ગંભીર આક્ષેપ છે કે ભુવાને પૂરવાની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં 10 દિવસથી આ જોખમી ભુવો એમ જ પડ્યો છે. કામગીરીના નામે માત્ર નામની હિલચાલ થતી હોવાથી સ્થાનિકોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ટ્રાફિક અને અકસ્માતનું જોખમ
રસ્તાની વચ્ચે પડેલા આ ભુવાને કારણે વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં, રાત્રિના સમયે અંધારામાં આ ભુવો દેખાતો ન હોવાથી અકસ્માતોની ઘટનાઓ પણ છાશવારે બની રહી છે. વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા હોવા છતાં તંત્ર હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.