Video: નખત્રાણાના ઢોરા ગામ નજીક ટ્રેલરની અડફેટે બે શિક્ષિકાનાં કરૂણ મોત

કચ્છના નખત્રાણા તાલુકાના ઢોરા ગામ નજીક ટ્રેલર અને મોપેડ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે શિક્ષિકાનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા અગાઉ દેશલપર-હાજીપીર માર્ગ પર ચાર અને ખાવડા-ભુજ માર્ગ પર સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ, છેલ્લા એક જ અઠવાડિયામાં કચ્છના માર્ગો પર સર્જાયેલા વિવિધ અકસ્માતોમાં 13થી વધુ લોકોનાં મોત થયાં હતા .બેફામ દોડતાં ભારે વાહનોની બેદરકારીના કારણે અનેક પરિવારોના માળા વિખેરાતા તંત્ર દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠી હતી
જાહેરાત










