Video: કચ્છની સરહદ ડેરી સામે BADP ગ્રાન્ટના દુરુપયોગ અને ટેન્ડર વગર ચિલિંગ સેન્ટર બનાવ્યાના ગંભીર આક્ષેપ થયા

કોંગ્રેસ નેતા પી.સી. ગઢવીએ આક્ષેપ કર્યો છે કે BADP ગ્રાન્ટ હેઠળ ટેન્ડર પ્રક્રિયા વગર જ ચિલિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, કોરિયાણી બીએમસીમાં ચાર લાખના કામ સામે સાડા બાર લાખ રૂપિયાનું બિલ દર્શાવાયાનું અને મળતિયાઓને ટેન્કર-જીપના કોન્ટ્રાક્ટ અપાયાનું પણ સામે આવ્યું છે. આ મામલે ડેરીની ૬૬૦ દૂધ મંડળીઓનું છેલ્લા ૫ વર્ષના નાણાકીય વ્યવહારોનું સ્પેશિયલ ઓડિટ કરવાની માંગ કરાઈ છે. આ સાથે જ સરહદ ડેરીના ચેરમેન વલમજી હુબલ નિયમો વિરુદ્ધ અનેક હોદ્દાઓ ધરાવતા હોવાના પણ આક્ષેપો થયા છે. બીજી તરફ, જિલ્લા આયોજન અધિકારીએ જણાવ્યું છે કે લેખિત ફરિયાદ મળ્યા બાદ ગ્રાન્ટની ફાળવણીની વિગતો ચકાસીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત












