Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Bhachau firing case: The nephew who killed his elder brother was caught within hours, you will be shocked to know the reason

ભચાઉ ફાયરિંગ કેસ: મોટા બાપુની હત્યા કરનાર ભત્રીજો ગણતરીના કલાકોમાં ઝડપાયો, કારણ જાણી ચોંકી જશો

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ભચાઉ ફાયરિંગ કેસ: મોટા બાપુની હત્યા કરનાર ભત્રીજો ગણતરીના કલાકોમાં ઝડપાયો, કારણ જાણી ચોંકી જશો
સોર્સ : GSTV

Bhachau firing case: કચ્છના ભચાઉમાં વોંધ ઓવરબ્રિજ નીચે ધોળા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ મૃતકનો સગો ભત્રીજો નીકળ્યો. જેમાં આરોપીએ કૌટુંબિક આડા સંબંધોમાં સગા મોટા બાપુની હત્યા નીપજાવી હતી. ફાયરિંગ-હત્યાના બનાવને લઈને પોલીસતંત્ર દોડતું થયું હતુ અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

ભચાઉમાં ધોળા દિવસે ફાયરિંગમાં એકનું મોત
મળતી માહિતી મુજબ, ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે ફાયરિંગની ઘટનામાં હરિદાસ સાધુ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી મૃતકનો સગો ભત્રીજો મુકેશ સાધુ હતો. હત્યાની ઘટનાને લઈને પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે મોકલી, આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આમ, ફાયરિંગ અને હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

આરોપીની ધરપકડ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કૌટુંબિક આડા સંબંધોના કારણે ભત્રીજાએ સગા મોટા બાપુની હત્યા કરી હતી. જેમાં મૃતક હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશના સંબંધ હોવાની આશંકાને પગલે આરોપીએ મૃતકને રસ્તા પરથી હટાવવા માટે ઘટનાને અંજામ આપ્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આમ, ફાયરિંગ અને હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.