Kutch news: કચ્છના જખૌ દરિયાઈ વિસ્તારમાં 11 પાકિસ્તાનીઓ ઝડપાયા

Kutch news: ફરી એકવાર કચ્છ જિલ્લાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી 11 પાકિસ્તાની સાથેની બોટ ઝડપાઈ છે.જખૌ કોસ્ટ ગાર્ડની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન પાકિસ્તાનની અલવલી નામની બોટ અને તેમાં સવાર કુલ 11 માછીમારોને ઝડપી લીધા હતા. બાદ કોસ્ટ ગાર્ડની ટીમે માછીમારો અને બોટની તપાસ દરમ્યાન તમામ માછીમાર હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીઓની સઘન તપાસમાંથી પાકિસ્તાની બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી નહોતી મળી આવી. પાકિસ્તાની બોટમાં માત્ર માછીમારોની સામાન મળી આવ્યો છે. સુરક્ષા એજન્સીએ કચ્છની દરિયાઈ સીમામાં શા માટે ઘુસ્યા તેને લઈ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ડ્રગ્સ અને કેફી દ્રવ્યોની દાણચોરી ન થાય અને આ અંગે કોઈ પ્રવૃતિ કે હિલચાલ ન થાય તે માટે દરિયાઈ માર્ગે સઘન સુરક્ષામાં તૈનાત સુરક્ષા એજન્સી અને કોસ્ટ ગાર્ડની ટીમને આજે સાંજે પાકિસ્તાની બોટને ઝડપી લીધી હતી. જે બાદ તેની અંદર તપાસ કરતા તેમાં સવાર કુલ 11 જેટલા માછીમારોને જખૌ કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી લઈને તપાસ બાદ સુરક્ષા એજન્સીઓને સોંપ્યા હતા. જે બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા પાકિસ્તાનની અલવલી નામની બોટની તપાસમાં કંઈ શંકાસ્પદ સામગ્રી નહોતી મળી. જે બાદ તમામ માછીમારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેથી સુર7ા એજન્સીઓની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં તમામ 11 માછીમારો હોવાનું સામે આવ્યું છે. જો કે, પાકિસ્તાનની બોટમાં માછીમારી કરવાનો સામાન મળી આવ્યો હતો. બાદમાં શા માટે તેઓ કચ્છની દરિયાઈ સીમામાં ઘુસ્યા હતા તે દિશામાં સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી છે.

