Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બનાસકાંઠા : VIDEO: Traffic at Palanpur's Aroma Circle will be brought to a halt, now a 24.5 KM bypass will be available

VIDEO: પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકને લાગશે બ્રેક,CM ગુરુવારે બાયપાસનું કરશે ઉદઘાટન

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક બનાસકાંઠાનું પાલનપુર એરોમા સર્કલ. વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી ત્રાહિમામ કરતી જનતાને હવે રાહત મળવાની છે. પાલનપુરની ફરતે 24.5 કિમી લાંબા અને રૂ. 560 કરોડથી વધુના ખર્ચે બનનાર બાયપાસના ખાતમુહૂર્ત માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે પાલનપુર પહોંચશે. આ નિર્ણય બાદ શહેરીજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે..

App Store

બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર અહીંનું એરોમા સર્કલ, દિલ્હીઃકંડલા નેશનલ હાઇવે પર આવેલું, ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા જંકશનોમાંનું એક બની ગયું હતું. ટ્રાફિકનો આ ભાર સામાન્ય સમસ્યા નહોતો પાલનપુર વાસીઓ માટે એ તો મોતનું જંકશન બની ગયું હતું. અનેક નાના–મોટા અકસ્માતોમાં માનવી જાનહાનિ નોંધાઈ છે. વર્ષોથી શહેરના જાગૃત નાગરિકો સ્થાનિક સ્તરેથી લઈને ગાંધીનગર–દિલ્હી સુધી રજૂઆતો કરતા આવ્યા, છતાં કાર્યવાહી થતી ન હોવાનું લોકરોષ વધતો હતો. પરંતુ હવે ટ્રાફિક સમસ્યાને સ્થાયી રીતે દૂર કરવા સરકાર દ્વારા પાલનપુરની ફરતે 24.5 KM લાંબો બાયપાસ બનાવવાનો નિર્ણય લેવાયો છે.

પાલનપુર શહેરનું એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાથી પીડિત શહેરીજનો વર્ષોથી ઉકેલની માંગ કરતાં હતા. સરકાર દ્વારા બાયપાસનો નિર્ણય થતાં શહેરમાં ખુશી છવાઈ ગઈ છે. હવે આવતીકાલે એટલે કે, ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બાયપાસના ખાતમુહૂર્ત માટે પાલનપુર આવશે.