Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Embezzlement of Rs. 3.40 lakhs exposed in Kheda's Dabhali Milk Society

VIDEO: ખેડાના ડભાલી દૂધ મંડળીમાં રૂ. 3.40 લાખની ઉચાપતનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂ. 3.40 લાખથી વધુની નાણાકીય ઉચાપતનો મામલો સામે આવ્યો છે. વર્ષ 2024-25ના ઓડિટ દરમિયાન તત્કાલીન સેક્રેટરી મગન પ્રભાત ભોઈએ મંડળીના નાણાં અંગત ઉપયોગમાં વાપર્યા હોવાનો અને ખોટા વાઉચરો બનાવી ગેરરીતિ આચરી હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં મંડળીના ચેરમેન અને કમિટી સભ્યોની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. નડિયાદ જિલ્લા રજિસ્ટ્રારના આદેશ બાદ મદદનીશ સહકારી અધિકારી રાજેશ બારોટે સેવાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સેક્રેટરી સહિત સંબંધિત કમિટી સભ્યો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

App Store
ટોપિક્સ:ઉચાપતKHEDAmilkexposed