VIDEO: ડાકોર નગરપાલિકાની મોટી બેદરકારી, લાખો લિટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ
VIDEO: ખેડા જિલ્લામાં આવેલા જાણીતા યાત્રાધામ એવા ડાકોરમાં તંત્રની બેદરકારી ઉડીને આંખે વળગે એવી છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે લોકોને આપવામાં આવતા શુદ્ધ પીવાના પાણીની ટાંકીમાંથી લાખો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. ડાકોરના પુલ્હાશ્રમ પાસે નગરપાલિકાની જગ્યામાં લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડતી ટાંકી અને સંપ આવેલો છે. પરંતુ તે દયનીય સ્થિતિમાં છે. પાણીની ટાંકી જર્જરિત અને ખુલ્લી મૂકાયેલી સ્થિતિમાં ટાંકી બિલ્કુલ ખુલ્લું ઢાંકણ પણ તૂટેલી હાલતમાં છે. આ જગ્યા અવાવરું અને બિસ્માર સ્થળે આવેલા છે. પાણીની ટાંકી ઉપરનું ઢાંકણા તૂટેલા હોવાથી કોઈ પક્ષી, ગરોળી, સાપ અને જનાવર આમાં પડીને મોતને ભેટી શકે છે. ત્યારબાદ આ પાણીને પીવામાં લેવામાં આવેેતો લોકો મોતને ભેટી શકે છે.
ડાકોર નગરપાલિકાની પાણીની ટાંકી અને સંપ એક જ સ્થળે આવેલા છે. જો કે, અહીં નગરપાલિકા દ્વારા હાલ તો શુદ્ધ પીવાના પાણીનો ભારે વેડફાટ થઈ રહ્યો છે સાથે સાથે પાણીની ટાંકી ખુલ્લી હોવાથી લોકોનાં જીવ સાથે ચેડાં પણ થઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકા હાલ કુંભકર્ણની ઘોર નિદ્રામાં હોય તેમ દેખાઈ રહ્યું છે. જોવુ રહ્યુ કે નગરપાલિકા ડાકોર ક્યારે જાગે છે..? તેમજ પગલા ભરે છે..?

