વળતર વિના કામગીરી શરૂ કરાતા ધોળકામાં 8 ગામના ખેડૂતો મેદાને
સોર્સ : gstv
ધોળકાના સરગવાળા ગામે જીએસપીએલ ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ સામે આઠથી વધુ ગામના ખેડૂતો અને મહિલાઓએ મોરચો માંડ્યો છે. ભોળાદ, અરણેજ, કોઠ, ભાયલા અને ગાંગડ જેવા ગામોના ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી ખેતરમાં મંડપ બાંધી, ભજન-કીર્તન કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતોની મુખ્ય નારાજગી એ છે કે પૂરતા વળતર કે સહમતિ વિના કામગીરી શરૂ કરી દેવાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે જે ખેડૂતોના ખેતરમાંથી લાઇન પસાર પણ નથી થતી, તેમની જમીનના સાતબાર પત્રકમાં બોજો નોંધાઈ ગયો છે. આ ગેરરીતિ અને અન્યાય સામે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

