ખેડા: નશામાં ધૂત બેંક મેનેજરે સર્જયો અકસ્માત, ગ્રામજનોએ મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો

ખેડામાં નશામાં ધૂત કારચાલક બેંકના મેનેજરે અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત મહેમદાવાદના રહેવાસી કારચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ અને બે દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો.
આ પણ વાંચો : દેશભરમાં બેંકના કર્મચારીઓની હડતાળ, સતત ચાર દિવસ રહેશે બેંકો બંધ; જાણો તારીખ અને કારણો
ખેડા જિલ્લામાં મહેમદાવાદના વતની કારચાલક ચિરાગ રાજુભાઈ દવે અને વિશાલ શ્યામલાલ કિશનચંદ મેકવાન નશામાં ધૂત હતા. અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામના લોકો સામે ગાળા-ગાળી કરતા હતા તો ગામ લોકોએ તેમને મેથીપાક ચખાડ્યો હતો. ગ્રામજનોએ તાત્કાલિક 108 બોલાવી ઇજાગ્રસ્તને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ ગામના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય એક એમ બે આરોપીઓને પોલીસ હવાલે કર્યા હતા. નડિયાદ રૂરલ પોલીસે આરોપીઓના મેડિકલ કરાવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

