Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Boiler blast in plastic factory in Mehmedabad

મહેમદાબાદમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં બોઇલર બ્લાસ્ટ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વાંઠવાડી ગામના નાગરપુરામાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી રેડ રેક કંપનીમાં બોઇલર ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બોઇલર બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા અને બ્લાસ્ટનો અવાજ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરતા 6થી 7 કારીગરો સમયસર બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. બ્લાસ્ટને કારણે ફેક્ટરીના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News