Video: ઠાસરાના કપડવંજ રોડ પર ખાણ ખનિજ વિભાગની કાર્યવાહી, ગેરકાયદે રેતી ભરેલા ત્રણ ઓવરલોડ ટ્રક ઝડપાયા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રાણીયામાં બેફામ રેતી ખનન અને ભૂમાફિયાઓના વિવાદ વચ્ચે ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડે ઓચિંતી ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. ફ્લાઈંગ સ્કવોડની ટીમે કપડવંજ રોડ પર દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ત્રણ ઓવરલોડ ટ્રકો ઝડપી પાડ્યા હતા. આ ઓચિંતી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ઝડપી પાડવામાં આવેલા ત્રણેય ઓવરલોડ ટ્રકોને હાલ સૈયાત નજીક ગાયના વાડા ખાતે સીઝ કરીને મુકવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે વાહન માલિકો અને ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જાહેરાત










