VIDEO : વૃક્ષારોપણના નામે માત્ર દેખાડો અને ફોટાબાજી
વલસાડના ઉમરગામમાં પાંચમી જૂને રાજ્યપાલની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામા

વલસાડના ઉમરગામમાં પાંચમી જૂને રાજ્યપાલની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નેતાઓ અને આગેવાનોએ ફોટા પડાવીને પર્યાવરણ રક્ષાની મોટી વાતો કરી, પરંતુ ત્યારબાદ આ વૃક્ષોને પાણી પાવાની કોઈએ તસ્દી લીધી નહીં. પરિણામે, સેંકડો રોપાઓ સુકાઈને મરણપથારીએ છે, જે તેમની દુર્દશા અને સત્તાધીશોની બેદરકારીની ચાડી ખાય છે. જ્યારે GSTV એ આ મામલે ફોરેસ્ટ વિભાગને સવાલ કર્યા, ત્યારે તંત્ર દોડતું થયું અને પાણી પાયાનું નાટક શરૂ થયું. વાસ્તવમાં, અહિયાં પર્યાવરણની ચિંતા કરતા ફોટોગ્રાફીને વધુ મહત્વ આપવામાં આવ્યું છે, જે વૃક્ષોની કરુણ વ્યથા અને તંત્રની પોકળ વાસ્તવિકતાને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.



