VIDEO: જૂનાગઢના રહેણાક વિસ્તારમાં ફરી સિંહ શિકારની શોધમાં ચઢી આવ્યો
સોર્સ : GSTV
VIDEO: જૂનાગઢ શહેરના રાધાનગર વિસ્તારમાં સિંહ ગલીઓમાં ફરતો જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. રહેણાક વિસ્તારમાં એકવાર ફરી સિંહ શિકારની શોધમાં ચઢી આવ્યો હતો. અનુમાન છે કે, આ સિંહ શિકારની શોધમાં આવ્યો હતો.
જૂનાગઢમાં ગલીઓમાં સિંહ ફરતો જોવા મળ્યા બાદ ગૌવંશના ટોળાં પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને એક વાછરડાને શિકાર કરી ઈજા પહોંચાડી હતી. જો કે, ગૌવંશે વળતો પ્રહાર કરતા સિંહે પરત ફરી ગયો હતો. બાદમાં ગલીઓમાં ફરતો સિંહ ફરી જંગલ તરફ ચાલી ગયો હતો.
વન અધિકારીએ જણાવ્યું કે આ સિંહ ગિરનાર જંગલના જૂથનો જ એક ભાગ છે, જે અનેક વખત શિકારની શોધમાં શહેરના વિસ્તારોમાં જોવા મળે છે.

