Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO: 3 youths going on Satadhar Padyatra were hit by government vehicles, 1 died, quantity of beer in the vehicle found

VIDEO: સતાધાર પદયાત્રા જતા 3 યુવકને સરકારી ગાડીએ અડફેટે લીધા, 1નું મોત, વાહનમાંથી બિયરનો જથ્થો મળ્યો

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: જૂનાગઢ જિલ્લાના લુશાળા ગામના ત્રણ યુવકો પગપાળા સતાધાર ધામ દર્શને જઈ રહ્યા હતા. ત્યારે ખોરાસા નજીક સરકારી વાહને આ યુવકોને અડફેટે લીધા હતા. જેથી ઈજાગ્રસ્ત યુવકોને પહેલા મેંદરડા અને ત્યારબાદ જૂનાગઢની સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.

App Store

આ યુવકોને ટક્કર મારનાર સરકારી વાહનમાં અધિકારી અને ડ્રાયવર દારુના નશામાં ધૂત હોવાનું સામે આવ્યું છે. જેને લીધે સ્થાનિકોએ નશો કરેલી હાલતમાં રહેલા સરકારી વાહનના ડ્રાયવર અને અધિકારીને વંથલી પોલીસને સોંપી દીધા હતા. સરકારી ગાડીમાંથી બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેથી રજાના દિવસે અધિકારી અને ડ્રાયવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માતની ઘટના બાદ જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને વંથલી પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળાં થયા એકઠા થયા હતા. અને જવાબદારો પર કાર્યવાહીની માંગ સાથે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. જે બાદ સરકારી અધિકારી પોરબંદર જિલ્લાનો હોવાનો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પાણી પુરવઠા શાખાનો અધિકારી હોવાનો સામે આવ્યું હતું. વંથલી પોલીસે નશામાં ધૂત ડ્રાઇવર અને અધિકારીની વધુ તપાસ હાથ ધરી