Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : The rough form of the Noli river in Mangrol washed away the Somnath-Porbandar highway

VIDEO: માંગરોળમાં નોળી નદીનું રૌદ્ર સ્વરૂપ, સોમનાથ-પોરબંદર હાઈવે ધોવાયો

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જુનાગઢના માંગરોળ પંથકમાં મેઘરાજાના ભારે તાંડવ બાદ કુદરતનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. નોળી નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે સોમનાથ–પોરબંદર નેશનલ હાઈવે પર આશરે 40 ફૂટ જેટલું મોટું ધોવાણ થયું છે.પાણીના પ્રવાહમાં હાઈવેનો એક મોટો ભાગ ધસી પડતા અત્યારે આ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રશાસન અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષાના ભાગરૂપે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.

App Store