VIDEO: જુનાગઢના માંગરોળ અને માળિયાહાટીનામાં મેઘતાંડવ: નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર
સોર્સ : gstv
જુનાગઢ જિલ્લાના માંગરોળ અને માળિયાહાટીના તાલુકામાં સતત ધોધમાર વરસાદથી મેઘતાંડવ જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પંથક જળબંબાકાર બનતાં ગામો અને શહેરોના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય બજારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે. લોકોના ફળિયા અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં જનજીવન ઠપ્પ થયું છે અને વાહનવ્યવહાર ખોરવાયો છે.નદી-નાળા અને વોકળાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા માંગરોળના મામલતદાર વી.ડી.મોરી અને વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સાવચેત રહેવા અપીલ કરાઈ છે. સ્થિતિ ગંભીર બનવાની આશંકાએ રાહત બચાવ ટુકડીઓને એલર્ટ પર રખાઈ છે.

