Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Mango season benefits farmers in Junagadh

VIDEO: જૂનાગઢમાં ખેડૂતોને કેરીની સીઝનનો ફાયદો

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢમાં ચાલુ વર્ષે કેસર કેરીની મોસમમાં ભારે આવક થતા ખેડૂતો, ઇજારદારો અને કમિશન એજન્ટોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજિત બે લાખ બોક્સ જેટલી વધુ આવક નોંધાઈ હોવાનું અનુમાન છે. સીઝન પૂર્ણ થવાના આરે હોવા છતાં છેલ્લા દિવસોમાં પણ યાર્ડમાં આઠથી દસ હજાર બોક્સ કેરીની આવક જોવા મળી હતી. અનુકૂળ વાતાવરણને કારણે કેરીનું ઉત્પાદન સારું રહ્યું અને ભાવ પણ જળવાઈ રહ્યા. શરૂઆતમાં હવામાનમાં આવેલા ફેરફારથી પાક પર અસર પડી હતી, પરંતુ બાદમાં સ્થિતિ સુધરતા કેરીની આવક વધી. મધ્યમ અને નાના વર્ગના લોકોએ પણ મનભરીને કેસર કેરીનો સ્વાદ માણ્યો

App Store
ટોપિક્સ:GSTVGSTVNEWSmengojunagadh