Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh news: Class 12 student beaten up by fellow students

Junagadh news: ધોરણ 12ના વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ માર્યો ઢોર માર, પોલીસે 5ની સામે નોંધ્યો ગુનો

Timeછેલ્લું અપડેટ : 05 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Junagadh news: ધોરણ 12ના વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ માર્યો ઢોર માર, પોલીસે 5ની સામે નોંધ્યો ગુનો
સોર્સ : GSTV

જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં બે દિવસ પહેલાં ધોરણ 12ના એક વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીઓ દ્વારા મારમારવાની ઘટના બની હતી, જેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ વધુ ચારથી પાંચ નવા વીડિયો સામે આવતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. આ વીડિયોમાંથી સ્પષ્ટ થાય છે કે ભોગ બનનાર વિદ્યાર્થીને હોસ્ટેલમાં અવારનવાર મારવામાં આવતો હતો.

App Store

 વિદ્યાર્થીના વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો

આ ઘટનાએ વિદ્યાર્થીના વાલીઓમાં ભારે રોષ ફેલાવ્યો છે, જેઓએ શાળા અને હોસ્ટેલ વહીવટી તંત્રની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. વાલીઓની ફરિયાદ બાદ સી ડિવિઝન પોલીસે પાંચ વિદ્યાર્થીઓ, જેમાં ચાર હુમલાખોર અને એક વીડિયો રેકોર્ડ કરનારનો સમાવેશ થાય છે, સામે ગુનો નોંધ્યો છે.  

આ ઘટના બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના પર થતા અત્યાચાર રોકવા માટે સંચાલકો શું પગલાં લઈ રહ્યા છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી શાળાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

એક મહિના પહેલાં શું બની હતી ઘટના?

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોતાં ચોંકી ઉઠ્યા હતા અને સોમવારે (1 સપ્ટેમ્બર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.