VIDEO: જૂનાગઢમાં પ્રથમ વરસાદે ખુલ્લી ગટરો મોતના કૂવા બનતા કોંગ્રેસનો ભારે હોબાળો
સોર્સ : gstv
જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરમાં ખુલ્લી ગટરો મોતના કૂવા સમાન બનતા, તેમાં બાઇક ખાબકવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ દુર્ઘટનાઓમાં દંપતી, મહિલાઓ અને બાળકો સહિત અનેક નિર્દોષ નાગરિકો ઈજાગ્રસ્ત થતાં મનપાની ભારે ફજેતી થઈ છે.આ ઘોર બેદરકારીના વિરોધમાં કોંગ્રેસે મનપા કચેરીએ ભાજપ શાસકો વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. બીજી તરફ, મેયરે વિપક્ષના આ વિરોધને 'નાટક' ગણાવી દાવો કર્યો કે ભાજપના પદાધિકારીઓ જ હંમેશા લોકોની મુશ્કેલીમાં સાથે ઊભા રહે છે.

