Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Historic decision of Municipal Corporation; Appointment of new agency with 'zero percent' service charge

VIDEO: Junagadh મનપાનો ઐતિહાસિક નિર્ણય; 'ઝીરો ટકા' સર્વિસ ચાર્જથી નવી એજન્સીની નિમણૂક, વાર્ષિક ₹45 લાખની થશે બચત

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટમાં એક ઐતિહાસિક વળાંક આવ્યો છે, જે પ્રજાના ટેક્સના પૈસા બચાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. મનપામાં કાયમી સ્ટાફની અછતને કારણે આશરે 600 કર્મચારીઓ આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવે છે. અત્યાર સુધી કાર્યરત એજન્સીને 3.85 ટકા લેખે તોતિંગ સર્વિસ ચાર્જ ચૂકવવામાં આવતો હતો, જેના કારણે અત્યાર સુધીમાં મનપાની તિજોરીમાંથી 1 કરોડથી વધુ રકમ માત્ર કમિશન પેટે વેડફાઈ ગઈ હતી. તાજેતરમાં નવા ટેન્ડરની પ્રક્રિયામાં અમદાવાદની એક એજન્સીએ 'ઝીરો ટકા' સર્વિસ ચાર્જ સાથે કામ કરવાની તૈયારી દર્શાવતા તે 'એલ-1' જાહેર થઈ છે. મે માસથી આ નવી એજન્સીએ કાર્યભાર સંભાળી લીધો છે, જેનાથી મનપાને વાર્ષિક 40થી 45 લાખનો સીધો ફાયદો થશે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન શાસકોમાં વિરોધના સૂર પણ ઉઠ્યા હતા, પરંતુ અંતે જનહિતનો વિજય થયો છે.

App Store