Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh: Girl molested in ST bus case; Jetpur police take out public procession of drug addict Birju

VIDEO/ Junagadh: એસટી બસમાં યુવતીની છેડતીનો મામલો; જેતપુર પોલીસે નશાખોર બિરજુનું જાહેરમાં કાઢ્યું સરઘસ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ-આણંદ રૂટની એસટી બસમાં એક યુવતીની છેડતી અને અભદ્ર વર્તનનો મામલો સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે મોડી રાત્રે બસને જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ જવાની ફરજ પડી હતી. નશાની હાલતમાં ધૂત બિરજુ નામના શખ્સે બસમાં યુવતીની છેડતી કરવા ઉપરાંત કંડક્ટર સાથે પણ ઉગ્ર માથાકૂટ કરી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

App Store

આ ઘટનાને ગંભીરતાથી લઈને જેતપુર સિટી પોલીસે આરોપી બિરજુ સામે બે અલગ-અલગ ગુના નોંધી તેની ધરપકડ કરી હતી. ગુનેગારોમાં કાયદાનો ડર બેસાડવા માટે પોલીસે આરોપીનું જેતપુર એસટી બસ સ્ટેન્ડથી સિટી પોલીસ સ્ટેશન સુધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.