Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Junagadh District Panchayat: BJP's selection process for new president quickened, general category woman will get the post of president

VIDEO/ Junagadh જિલ્લા પંચાયત: નવા પ્રમુખ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા તેજ, સામાન્ય વર્ગની મહિલાને મળશે પ્રમુખ પદ

Timeછેલ્લું અપડેટ : 03 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી ભાજપે 23 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે 7 બેઠકો પર આમ આદમી પાર્ટીનો કબજો છે.

App Store

જિલ્લા પંચાયતના પ્રમુખ પદની પ્રથમ અઢી વર્ષની મુદત માટે સામાન્ય વર્ગની મહિલા અનામત રાખવામાં આવી છે. હાલ નિરીક્ષકો દ્વારા ચૂંટાયેલા તમામ 23 સભ્યો સાથે બેઠક યોજી તેમના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયતના નવા મહિલા પ્રમુખના નામની જાહેરાત થવાની શક્યતા છે.