Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : VIDEO/ Junagadh: Attack with pipe between two BJP groups, two workers bloodied

VIDEO/ Junagadh: ભાજપના બે જૂથો વચ્ચે ધોકા-પાઈપથી હુમલો, બે કાર્યકરો લોહીલુહાણ

Timeછેલ્લું અપડેટ : 07 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બંગાળ ચૂંટણીમાં અંદરખાને ભાજપ નેતાઓ વચ્ચે થયેલો ડખો જૂનાગઢમાં મારામારી સુધી પહોંચી ગયો...જૂનાગઢમાં ધારાસભ્ય સંજય કોરડિયા અને કોર્પોરેટરના કહેવાથી હુમલા કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપ થયા છે...આ હુમલામાં શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્ર ઓડેદરા અને ભાજપના કાર્યકર તુષાર સોજીત્રા ગંભીર રીતે ઘાયલ થયા છે...શહેરના ધમધમતા તળાવ દરવાજા વિસ્તાર નજીક કેટલાક લોકો આવ્યાં અને કાર સાથે બાઈક અથડાવી બોલાચાલી બાદ ધોકા-પાઈપ વડે હુમલો કર્યો...ઉલ્લેખનીય છે કે, બંગાળની ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડીયાની આગેવાનીમાં 20 લોકો પ્રચારમાં ગયા હતા..ચૂંટણી પ્રચાર દરમ્યાન પોલીસના ત્રાસથી ધારાસભ્યએ ફોન ઉપાડવાના બંધ કરી પોતે સલામત જગ્યાએ ભાગી ગયા હોવાના આક્ષેપ થયા...અનેકાર્યકરો જીવના જોખમે ફસાઈ ગયા હોવાથી ધારાસભ્ય પ્રત્યેની નારાજગી હોવાનો આક્ષેપ છે..આ સમગ્ર ઘટના અંગે નરેન્દ્ર ઓડેદરા અને તુષાર સોજીત્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી..આ પોસ્ટને લઈને જ આ હુમલો કરાવ્યાંનો આક્ષેપ થયો છે..

App Store