Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Did actress Rakul Preet break the rules in Sasan Gir?

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સાસણ ગીરમાં નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો પર વન વિભાગની સ્પષ્ટતા

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સાસણ ગીરમાં નિયમો તોડ્યા? વાઈરલ વીડિયો પર વન વિભાગની સ્પષ્ટતા
સોર્સ : GSTV

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીતનો ગુજરાતના સાસણ ગીર અભયારણ્યમાં સફારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં અભિનેત્રીએ પ્રતિબંધિત વિસ્તારમાં નિયમનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે સાસણ રેન્જના DCF(નાયબ વન સંરક્ષક)એ સ્પષ્ટતા કરી છે. 

App Store

સાસણ ગીર અભયારણ્યમાં સફારી દરમિયાન રકુલ પ્રીત સિંહે પ્રતિબંધિત વિસ્તારના નિયમોનો ભંગ કર્યો હોવાના આક્ષેપ મામલે DCF અગ્નિ વ્યાસે X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'વાઈરલ થઈ રહેલો વીડિયો અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશદ્વારની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારમાનો નથી.'

તમને જણાવી દઈએ કે, સાસણ ગીરમાં સફારનો બોલિવૂડ અભિનેત્રી રકુલનો એક વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં રકુલ જંગલ વિસ્તારમાં વાહનમાંથી નીચે ઉતરીને ચાલતી જોવા મળી હતી. આ મામલે સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠ્યા હતા. જેમાં વન વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કરાયો હતો. જો કે, સમગ્ર મામલે સાસણ રેન્જના DCFએ ચોખવટ કરી છે.