Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Big scam: Junagadh bogged down by bogus associations, farmers panic over fake signatures!

VIDEO: મોટું કૌભાંડ: જૂનાગઢમાં બોગસ મંડળીઓથી ખળભળાટ, નકલી સહીઓ થતાં ખેડૂતો રણચંડી બન્યા!

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જૂનાગઢ જિલ્લામાં બોગસ સહકારી મંડળીઓ બનાવવાનું એક બહુ મોટું કૌભાંડ સામે આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ખાંભા ગામ બાદ હવે કાલસારી અને પિયાવા ગામમાં પણ ખેડૂતોની નકલી સહીઓ કરીને બોગસ મંડળીઓ ઊભી કરી દેવામાં આવી છે. આ ઘટનાથી નારાજ ખેડૂતો મોટી સંખ્યામાં વિસાવદર પોલીસ સ્ટેશને ન્યાયની માંગ સાથે દોડી ગયા હતા. ​ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે આ કૌભાંડ પાછળ ભાજપના સ્થાનિક આગેવાનોનો હાથ છે. જોકે, પોલીસ આ સત્તાધીશોને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ 'જિલ્લા રજીસ્ટ્રારના આદેશ બાદ જ કાર્યવાહી થશે' તેવું ગાણું ગાઈ રહી છે, જેથી ખેડૂતોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. હાલ ખેડૂતો દ્વારા ભાજપના નેતાઓનો ઉધડો લેવાતો હોય તેવા અનેક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યા છે, જે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.

App Store