Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જૂનાગઢ : Big revelation in the attempted attack on Gopal Italia

Junagadh: ગોપાલ ઇટાલિયા પર હુમલાના પ્રયાસમાં મોટો ઘટસ્ફોટ, પકડાયેલા શખ્સે કહ્યું- 'મને લાલચ અપાઈ હતી'

Timeછેલ્લું અપડેટ : 17 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Junagadh: ગોપાલ ઇટાલિયા પર હુમલાના પ્રયાસમાં મોટો ઘટસ્ફોટ, પકડાયેલા શખ્સે કહ્યું- 'મને લાલચ અપાઈ હતી'
સોર્સ : GSTV

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ખાતે યોજાયેલી ખેડૂત સન્માન સભામાં વિસાવદરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 16મી જાન્યુઆરીની રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસે યુવકને દબોચી લીધો હતો અને પૂછપરછમાં આ શખ્સે જે ઘટસ્ફોટ કર્યો છે તેનાથી રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.

App Store

જાહેરસભામાં અફરાતફરી જેવો માહોલ

માળિયા હાટીનાના ગડુ ખાતે યોજાયેલી ખેડૂત સન્માન સભામાં ગત રાત્રે જ્યારે ગોપાલ ઈટાલિયા મંચ પરથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા એક શખ્સે અચાનક તેમના તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.  જો કે આ ઘટના બનતાંની સાથે જ ત્યાં હાજર રહેલા કાર્યકર્તાઓ અને પોલીસે તેને તાત્કાલિક દબોચી લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી ઈજા કે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આ શખ્સની ઓળખ શબીર મીર પરમાર તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે હુમલા અંગે જણાવ્યું કે, 'ભંડુરી રામજીભાઈનો છોકરો મીત, ભરતભાઈ અને તેની સાથે એક વ્યક્તિ હતા, જે પોતાને સાહેબ તરીકે આળખાવતા હતા. આ લોકોએ મને લાલચ આપી હતી કે, તમારે એક કામ કરવાનું છે અને તેના બદલામાં તમને પૈસા મળશે. મને કહેવામાં આવ્યું હતું કે, તમારે ગોપાલ ઈટાલિયાને જૂતું મારવાનું છે. તેઓ 50 હજાર રૂપિયા આપવાની વાત કરતા હતાં અને કહેતા હતા કે, તેમાંથી અડધા અત્યારે કરાવી આપીશ. આ રીતે મને ઓફર આપીને તેઓએ તૈયાર કર્યો હતો.'

નોંધનીય છે કે ગોપાલ ઈટાલિયા સાથે આ પ્રકારની ઘટના અગાઉ જામનગરમાં પણ બની હતી. માળિયા હાટીનામાં થયેલા આ હુમલાને લઈને 'આપ' ના નેતાઓએ રોષ વ્યક્ત કર્યો છે. આમ આદમી પાર્ટીએ આ ઘટનાને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. પાર્ટીના નેતાઓનો આરોપ છે કે વિરોધ પક્ષો દ્વારા જાણીજોઈને ભાડૂતી માણસો મોકલીને નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.