મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસ મામલે મોટા સમાચાર, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ

જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે આરોપી પરેશ

જસદણ કન્યા છાત્રાલય દુષ્કર્મ કેસ મામલે મોટા સમાચાર, આરોપી પરેશ રાદડિયાની ધરપકડ

જસદણના આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થી સાથે દુષ્કર્મની ઘટના મામલે આરોપી પરેશ રાદડિયાની ધરપકડ કરવામાં આવી છે. આટકોટ શિક્ષણ સંકુલમાં શર્મસાર કરતી ઘટના સામે આવી હતી.

લગભગ 1 મહિનાથી વધુનો સમય વિતી ગયો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો. પોલીસ પકડથી દૂર પરેશ રાદડિયાને હવે પકડી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીએ છાત્રાલય આટકોટનાં ટ્રસ્ટી અરજણભાઈ રામાણી, પાંચવડા ગામનાં પૂર્વ સરપંચ મધુ ટાઢાણી વીરનગર ગામનાં જિલ્લા પંચાયતનાં સદસ્યનાં પતિ અને આટકોટ કન્યા છાત્રાલયનાં ટ્રસ્ટી પરેશ રાદડિયા સહિત કુલ 4 લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ભાજપના નેતાનું નામ સામે આવતા ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે મધુ ટાઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામા આવ્યો હતો. આરોપી પરેશ રાદડિયાએ  ધરપકડ પહેલા રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ગઈકાલે સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગોતરા જામીન રદ થતા હવે પરેશ રાદડિયા જાતે જ પોલીસ સમક્ષ હાજર થયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરાતા હવે તેને કોર્ટમાં રજુ કરાવામાં આવશે અને પોલીસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો