મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીએ શસ્ત્રપૂજન

Jamnagar જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીએ શસ્ત્રપૂજન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે આજ રોજ જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પરંપરાગત શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા (એસ.પી.) ડો. રવિ મોહન સૈની સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિજયાદશમીના પર્વે પોલીસ દળ દ્વારા શસ્ત્રપૂજનની પરંપરા મુજબ શસ્ત્રોનું વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ એસ.ટી.એસ.સી સેલના ડીવાયએસપી મીત રુદલાલ સહિતના અધિકારીઓએ પણ શસ્ત્રપૂજનમાં ભાગ લીધો હતો. શસ્ત્રોની સાથે અશ્વનું પણ પૂજન કરવામાં આવ્યું હતું.

વિજયાદશમીના પર્વે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ દળની પરંપરા અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીકાત્મક દર્શન થયું હતું. સમગ્ર કાર્યક્રમ પરંપરાગત ધાર્મિક માહોલમાં યોજાયો હતો.

આ સમાચાર શેર કરો