Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : VIDEO: Collision between two ST buses on Jamnagar-Rajkot highway,

VIDEO: જામનગર-રાજકોટ હાઈવે પર બે ST બસ વચ્ચે ટક્કર, 8 મુસાફરો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, મળતા અહેવાલ પ્રમાણે જામનગર-રાજકોટ હાઈવે પર સોયલ ટોલનાકા પાસે આજે સવારે બે એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, એક બસની બ્રેક ફેલ થવાના કારણે પાછળની બસ સાથે તે અથડાઈ હતી, જેના પરિણામે આ અકસ્માત થયો હતો.

App Store

કુલ આઠ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

આ દુર્ઘટનામાં કુલ આઠ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

ટોપિક્સ:gstvgujarat stateaccident