Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Photo of Kshatrapal Singh, who hurled a shoe at Gopal Italia, with a Congress leader goes viral on social media

Jamnagr news: ગોપાલ ઈટાલિયાને જુતુ મારનાર છત્રપાલ સિંહનો ફોટો કોંગ્રેસના નેતા સાથેનો સોશિયલ મીડિયામાં વાયરલ

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagr news: ગોપાલ ઈટાલિયાને જુતુ મારનાર છત્રપાલ સિંહનો ફોટો કોંગ્રેસના નેતા સાથેનો સોશિયલ મીડિયામાં વાયરલ
સોર્સ : gstv

જામનગરમાં બાઈક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જૂતું ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોરને પકડીને ધોલાઈ કરી હતી અને પોલીસ પણ તેને પકડવા દોડી આવી હતી. આ સમયે ગોપાલ ઇટાલિયાએ પોલીસ હુમલાખોરને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. જોકે, પોલીસે હાલ તેની અટકાયત કરી લીધી છે.

App Store

 છત્રપાલ સિંહનો ફોટો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાયરલ

મળતા અહેવાલ પ્રમાણે ગોપાલ ઇટાલિયાને જુતુ મારનાર છત્રપાલ સિંહનો ફોટો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે જુતુ મારનાર ક્ષત્રપાલ સિંહનો ફોટો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે વાયરલ થયો છે.મળતા અહેવાલ પ્રમાણે છત્રપાલ સિહ કોંગ્રેસના સ્થાનિક નેતા હોવાની વાત સામે આવી હતી.કોંગ્રેસ હજુ સુધી આ મુદ્દે કોઇ અધિકારિક નિવેદન આપ્યુ નથી.

મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે

જામનગર સહિત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આગામી ત્રણેક માસમાં યોજાશે, ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા  વોર્ડ નંબર 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત અન્ય બે કોર્પોરેટર અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિતના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપમાં જોડાયા હતા