VIDEO:જામનગરમાં ખાખીનો ખૌફ, રીઢા ગુનેગારોને પોલીસનો કડક સંદેશ
સોર્સ : GSTV
જામનગરમાં રેન્જ આઇજી નિર્લિપ્ત રાયના આગમન સાથે જ ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર એસપી કચેરીએ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠક બાદ પોલીસે રીઢા ગુનેગારોને કચેરીએ બોલાવીને કડક ભાષામાં સુધરી જવાની તાકીદ કરી હતી. એટલું જ નહીં, ખાખીનો ખૌફ બતાવતા એસપી કચેરીના બગીચામાં જ તમામ રીઢા ગુનેગારો પાસે સાફ-સફાઈ કરાવવામાં આવી હતી. પોલીસના આ આકરા વલણથી ગુનેગારોની શાન ઠેકાણે આવી ગઈ છે. જામનગર પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા સ્પષ્ટ અને મોટો સંદેશ આપ્યો છે કે, જિલ્લામાં કોઈપણ પ્રકારની ગુનાખોરી કે દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે આ જ પ્રકારે કડકથી કડક પગલાં ભરવામાં આવશે.

