Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : BJP's victory celebration in Jamnagar in the presence of Poonamben Madam and Rivaba Jadeja, while a rally was taken out with photos in Ward 12

જામનગરમાં પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાની હાજરીમાં ભાજપનો વિજયોત્સવ, જ્યારે વોર્ડ 12માં ફોટા સાથે નીકળી રેલી

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
જામનગરમાં પૂનમબેન માડમ અને રિવાબા જાડેજાની હાજરીમાં ભાજપનો વિજયોત્સવ, જ્યારે વોર્ડ 12માં ફોટા સાથે નીકળી રેલી
સોર્સ : GSTV

Jamnagar Municipal Corporation Election Results: જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામોએ શહેરના રાજકીય ઈતિહાસમાં બે સાવ અલગ અને કદી ન ભૂલાય તેવા ચિત્રો અંકિત કર્યા છે. 16 માંથી 15 વોર્ડમાં ભાજપના ભગવા લહેરની ગુંજ સંભળાઈ રહી છે, ત્યારે વોર્ડ નં. 12 માં સર્જાયેલા દ્રશ્યોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે.

App Store

ભાજપનો ભવ્ય વિજયોત્સવ: શહેરભરમાં 'ભગવો માહોલ'
ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન બાદ જામનગરની સડકો પર વિજય રેલીઓનો રેલો ઉતરી આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા અને અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિજેતા ઉમેદવારોએ ડી.જે.ના તાલે મતદારોનો આભાર માન્યો હતો. ભવ્ય આતશબાજી અને 'રામ રાજ ફિર આયેગા' ના નારાઓ વચ્ચે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 15 વોર્ડમાં એકતરફી જીત મેળવીને ભાજપે પોતાનો ગઢ મજબૂત કર્યો છે

વોર્ડ નં. 12 ની અનોખી ગાથા: નેતા જેલમાં, આરોપીના કટાઉટ સાથે રેલી!
જોકે, ભાજપના આ વિજય રથની વચ્ચે વોર્ડ નં. 12 ની તસવીરોએ વધુ કુતૂહલ જગાવ્યું છે. આ વોર્ડમાં ભાજપનું ખાતું પણ ખુલ્યું નથી. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જેલના સળિયા પાછળ હોવા છતાં જવલંત વિજય મેળવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફી જેલમાં હોવાથી તેમના સમર્થકોએ તેમના મોટા ફોટો ફ્રેમ (કટાઉટ) ને જીપમાં રાખીને ભવ્ય સરઘસ કાઢ્યું હતું.તો આવી જ સ્થિતિ 'આપ' ના વિજેતા ઉમેદવાર અસલમ ખીલજીની રહી. તેઓ પણ જેલમાં હોવાથી તેમની ગેરહાજરીમાં માત્ર તેમના ફોટા સાથે વિજય સરઘસ નીકળ્યું હતું. જામનગરના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યાં ઉમેદવારો પોતે ગેરહાજર હોય અને તેમના માત્ર કટાઉટ કે ફોટા જોઈને જનમેદની ઉમટી પડી હોય. 

લોકશાહીના બે અલગ રંગો
એક બાજુ સત્તાધારી પક્ષનો શક્તિ પ્રદર્શન જેવો માહોલ અને બીજી બાજુ જેલમાંથી મળેલી જીતનો જુસ્સો—જામનગરની આ ચૂંટણીએ સાબિત કર્યું છે કે રાજકારણમાં જનમત ગમે તેવા સમીકરણો સર્જી શકે છે. જામનગરના રસ્તાઓ પર એક તરફ વિજેતા નેતાઓ પ્રત્યક્ષ હાથ હલાવીને આભાર માનતા હતા, તો બીજી તરફ વોર્ડ નં. 12 માં નેતાઓના 'કટાઉટ' લોકશાહીની અનોખી વાર્તા કહી રહ્યા હતા.