Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : 16 year old girl ends life after feeling angry after mother scolds her for cooking

Jamnagar: રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી 16 વર્ષની તરૂણીએ આપઘાત કર્યો

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar: રસોઈ બાબતે માતાએ ઠપકો આપતાં માઠું લાગવાથી 16 વર્ષની તરૂણીએ આપઘાત કર્યો
સોર્સ : GSTV

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

App Store

આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ ધ્રોળ તાલુકાના કાતડા ગામના ખેડૂત પરસોતમભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુક્રમભાઈ લીમજીભાઈ ગણાવાની પુત્રી ઉષાબેન (ઉંમર વર્ષ 16) કે જેણે ગઈકાલે પોતાના ઘેર જંતુનાશક દવા પી લેતાં તેણીને સૌપ્રથમ પડધરીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ બનાવ અંગે મૃતકના પિતા શુક્રમભાઈ લીમજીભાઇ ગણાવાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા, અને ઉષાબેનના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી છે. મૃતકને તેની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવવાથી તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.