Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Neighbor cheats 65-year-old woman of 15 lakh in the name of investment

Jamnagar: પાડોશીએ રોકાણના નામે 65 વર્ષની મહિલા સાથે કરી રૂ.15 લાખની છેતરપિંડી

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Jamnagar: પાડોશીએ રોકાણના નામે 65 વર્ષની મહિલા સાથે કરી રૂ.15 લાખની છેતરપિંડી
સોર્સ : GSTV

જામનગરમાં ખોજાનાકા બહારના વિસ્તારમાં રહેતા એક મહિલા તેના પાડોશમાં જ રહેતા ચીટર શખ્સની ચુંગાલમાં ફસાયા હતા, અને લેન્ડ ડેવલોપર્સના ગ્રુપના બહાને રોકાણ કરવાથી ડબલ રકમ મળવાની લાલચે 15 લાખ રૂપિયા મેળવી લઇ નાણા પરત નહીં કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

App Store

જામનગરમાં ખોજાવાડ વિસ્તારમાં રહેતા બાનુબેન મોહમ્મદભાઈ શેખ નામના 65 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના પાડોશમાં જ રહેતા ઈરફાન કાસમભાઇ શેખ નામના ચીટર શખ્સ સામે પોતાની રૂપિયા 15 લાખ પંદર હજારની રકમ ઓળવી જવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કર્યું છે, કે તેના પાડોશમાં રહેતો ઇરફાન શેખ કે જેણે પોતાની ગુજરાત લેન્ડ ડેવલોપર્સ ગ્રુપના ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ આપી હતી, અને તેમાં રૂપિયાનું રોકાણ કરવાથી પાંચ વર્ષે બમણી રકમ મળશે, તેવી લાલચ આપીને કટકે કટકે 15 લાખ 15 હજારની રકમ મેળવી લીધી હતી. ત્યારબાદ સમય પુરો થઈ ગયા છતાં નાણા પરત નહીં કરતા પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું જાહેર કર્યું છે, અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.