મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જામકંડોરણા: 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થીનીએ અગમ્યકારણોસર કર્યો આપઘાત, ચોક્કસ કારણ હજુ સુધી થયું નથી સ્પષ્ટ

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીનીે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવ

જામકંડોરણા: 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થીનીએ અગમ્યકારણોસર કર્યો આપઘાત, ચોક્કસ કારણ હજુ સુધી થયું નથી સ્પષ્ટ

ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થીનીે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના જામકંડોરણાના લેઉવા પટેલ નર્સિંગ છાત્રાલયમાં 19 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની સલોની રાજેશભાઈ મકવાણાએ આપઘાત કર્યો હતો.

સલોની ઉપલેટાના મોટી પાનેલી ગામની રહેવાસી હતી

મળતા અહેવાલ પ્રમાણે  સલોની ઉપલેટાના મોટી પાનેલી ગામની રહેવાસી હતી અને નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ઘટના 24 માર્ચ, 2025ના રોજ બની, જ્યારે તે કોલેજથી પોતાના રૂમ પર પરત ફરી હતી.

પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો 

અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.સલોનીના આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તે અકબંધ રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

આ સમાચાર શેર કરો