Video: જંબુસર: કુંઢળ–જંબુસર માઇનોર કેનાલમાં પાંચ વર્ષથી પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં, તંત્ર સામે રોષ

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં કુંઢળ–જંબુસર માઇનોર કેનાલમાં છેલ્લા પાંચ વર્ષથી સિંચાઈનું પાણી ન છોડવામાં આવતા ખેડૂતો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી….પાણીના અભાવે ખેડૂતોને પાક ઉગાડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર વિરુદ્ધ નારાજગી પ્રવર્તી રહી છે....પાંચ વર્ષથી કેનાલમાં પાણી કેમ નથી આવતું, તેવો સવાલ ઉઠાવીને ખેડૂતોએ સિંચાઈ વિભાગ પાસે વહેલીતકે સ્થળ તપાસ કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની ઉગ્ર માંગ કરી છે. હવે ખેડૂતો તંત્રની ક્યારે કાર્યવાહી કરશે તેની રાહ જોઈ રહ્યા છે.




