VIDEO: 'સરકાર કેવી રીતે ચાલે એ મને 60 વર્ષે ખબર પડી', વિધાનસભામાં આવું કેમ બોલ્યા હિતેન કુમાર?
થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલ
થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર સહિત ગુજરાતમાંથી અનેક કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન વિધાનસભાની કાર્યવાહી જોયા બાદ હિતેન કુમારે પ્રતિક્રિયા આપી છે.
હિતેન કુમારે કહ્યું કે, અત્યાર સુધી વિધાનસભા નામ સાંભળ્યું હતું. સત્ર ચાલુ છે એવું પરંતુ આજે 60 વર્ષે જિંદગીમાં ખબર પડી કે સરકાર કેવી રીતે ચાલે છે. જણાવી દઈએ કે, સરકારે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.


