મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં યોજાયો ઈન્ટરનેશનલ એકસ્પો, 250થી વધુ વિદેશી ઉદ્યમીઓએ લીધો ભાગ

સુરેન્દ્રનગરમાં સાઇન્સ કોલેજ ખાતે 3 દિવસીય ઇન્ટરનેશનલ એક્સ્પો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ એકસ્પોમાં 250થી વધુ આંતરર

સુરેન્દ્રનગરમાં યોજાયો ઈન્ટરનેશનલ એકસ્પો, 250થી વધુ વિદેશી ઉદ્યમીઓએ લીધો ભાગ

સુરેન્દ્રનગરમાં સાઇન્સ કોલેજ ખાતે 3 દિવસીય ઇન્ટરનેશનલ એક્સ્પો ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ એકસ્પોમાં 250થી વધુ આંતરરાષ્ટ્રીય ઉધોગકારોએ ભાગ લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ઉધોગો સ્થાપિત થાય અને નવા MOU થાય તે પ્રકારના પ્રયાસો હેઠળ આ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : CAનું ફાઇનલ પરિક્ષાનું પરિણામ જાહેર: અમદાવાદની દિકરીએ મારી બાજી, જુઓ યાદી

અમેરિકા સહિતના દેશોમાંથી ઉધોગકારો સુરેન્દ્રનગર પહોંચ્યા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાનો ઉધોગિક ક્ષેત્રનો વિકાસ થાય તે પ્રકારની માંગ પણ મૂકવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતનું સૌથી વધુ કોટન ઉત્પાદન થાય છે પરંતુ ટેક્સટાઇલ પાર્ક ન હોવાના કારણે ભાવ મળતા નથી. તે અંગેની પણ સરકાર સમક્ષ માંગ મૂકવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો