મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : સુરતમાં ધનિક ગણેશજીનું આગમન, વિદેશી ડાયમંડથી સુશોભિત છે મૂર્તિ 

મહિધરપુરા દાળીયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 25 કિલો સોના અને ચાંદ

મહિધરપુરા દાળીયા શેરી ખાતે સૌથી જૂના અને સુરતના સૌથી ધનાઢ્ય ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 25 કિલો સોના અને ચાંદીના આભૂષણો સાથે 1.50 લાખ અમેરિકન ડાયમંડથી સુશોભિત શ્રીજીની પ્રતિમાની સ્થાપના ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવી છે.   દાળિયા શેરીના ગણેશજી ગુજરાતભરમાં જાણીતાં છે કારણ કે તેઓ ગુજરાતના સૌથી ધનિક ગણેશજી તરીકે પ્રખ્યાત છે. સુરત ડાયમંડ સિટી છે, ત્યારે પરંપરાગત ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે જાણીતા મહિધરપુરાની મધ્યમાં ગણેશજી વિરાજમાન થાય છે. દર વર્ષે પંડાલમાં લગભગ 5 લાખ મુલાકાતીઓ આવે છે. આ વખતે 6 લાખથી વધુ મુલાકાતીઓની અપેક્ષા રાખે છે.   વર્ષ 1972થી શહેરના મહિધરપુરા દાળિયા શેરી ખાતે બિરાજતા સૌથી જૂના અને ધનવાન ગણાતા ગણેશજીની શોભા યાત્રા જ્યારે સુરતના રોડ ઉપર નીકળી તો ભક્તો એક નજરે જોતાં જ રહી ગયા. દાળિયા શેરીના ગણેશજીને લઈ શહેરના ભકતોમાં અતૂટ શ્રદ્ધા જોવા મળે છે. શ્રીજીના દર્શન માટે માત્ર ગુજરાત જ નહીં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના ભક્તો સુરત આવે છે. સોનાના ઘરેણાથી સુસજ્જ શ્રીજીના ઘરેણાંમાં 1.50 લાખ અમેરિકન ડાયમંડ લગાડવામાં આવ્યા છે. શ્રીજીના હાથ, પગ, કાન અને કમરબંધ ઘરેણાથી સજાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો