મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Gandhinagar News / હિન્દુ વિસ્તારોમાં મકાન ખાલી કરાવવાની અગવડતા હવે દૂર થશે; અશાંતધારામાં સુધારા અંગે અમિત શાહનું નિવેદન

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા 'ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદી

ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા 'ગુજરાત અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ અને ભાડૂતોને ખાલી કરાવવા સામે રક્ષણ (સુધારા) વિધેયક, 2026' રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે સરકારના આ નિર્ણયને આવકારતા મહત્વનું નિવેદન આપ્યું હતું.

ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, ખાસ કરીને હિન્દુઓની સોસાયટીઓ, પોળ અને મકાનોમાં મિલકત માલિકોને ભાડૂતો દ્વારા મકાન ખાલી કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. તેમણે ઉમેર્યું કે "હિન્દુ સોસાયટીઓ અને પોળના મકાનોમાં જ્યારે ભાડૂતો વર્ષો સુધી રહેતા હોય છે, ત્યારે મકાન માલિકોને મકાન ખાલી કરાવવામાં ખૂબ જ અગવડતા પડતી હતી. આ નવા સુધારા વિધેયકથી મકાન માલિકોની આ મુશ્કેલીઓ દૂર થશે."

આ સમાચાર શેર કરો